નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws 2020) ને સમજાવવા માટે મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના રાયસેનમાં કિસાન મહાસંમેલનનું આયોજન થયું. આ મહાસંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  સંબોધિત કર્યું. પીએમ અગાઉ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે એમપીના મહેનતી ખેડૂતો (Farmers) ને મારા કોટિ કોટિ નમન છે. રાયસેનમાં એક સાથે આટલી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. પ્રધાનમંત્રીએ ફરીથી એકવાર કૃષિ કાયદા અંગે ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરવાની કોશિશ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું કિસાન પરિવારમાંથી આવુ છું... કૃષિ મંત્રી તોમરે દેશના કિસાનોને લખ્યો 8 પેજનો પત્ર


પીએમ મોદીએ કહ્યું કે 'ઓળા પડવાથી, કુદરતી આફતોના કારણે મધ્ય પ્રદેશના ખેડૂતોને ખુબ નુકસાન થયું છે. આજે આ  કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના એવા 35 લાખ ખેડૂતોના બેંક ખાતામાં 1600 કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. આજે અહીં કાર્યક્રમમાં અનેક ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. પહેલા દરેક ખેડૂતને આ કાર્ડ મળતું નહતું. અમારી સરકારે દેશના દરેક ખેડૂતને કિસાન ક્રિડિટ કાર્ડની સુવિધા આપવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.'


પ્રધાનમંત્રીએ કહ્યું કે 'ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતના ખેડૂત, સુવિધાઓના અભાવમાં, આધુનિક પદ્ધતિઓના અભાવમાં અસહાય થતા ગયા. એ સ્થિતિ સ્વીકાર્ય નથી. પહેલેથી જ બહુ મોડું થઈ ગયું છે. જે કામ 25-30 વર્ષ પહેલા થવું જોઈતું હતું, તે હવે થઈ રહ્યું છે. ભારતની કૃષિ, ભારતના ખેડૂત અને વધુ પાછળ રહી શકે નહીં. દુનિયાના મોટા મોટા દેશોના ખેડૂતોને જે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે તે સુવિધા ભારતના ખેડૂતોને પણ મળે. તેમાં હવે વધુ મોડું થઈ શકે નહી.'


Farmers Protest: PM મોદીએ દેશના અન્નદાતાઓને કર્યો આગ્રહ, કહ્યું- પત્ર ખાસ વાંચો


કૃષિ કાયદા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે 'છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ખેડૂતો માટે જે કાયદા બન્યા તેની ખુબ ચર્ચા છે. આ કૃષિ સુધાર કાયદા રાતો રાત નથી આવ્યા. છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે તેના પર વ્યાપક ચર્ચા કરી છે. ઓછા વધુ દરેક સંગઠનોએ તેના પર વિમર્શ કર્યો છે. ખરેખર તો દેશના ખેડૂતોએ એવા લોકો પાસે જવાબ માંગવા જોઈએ જે પહેલેથી પોતાના ઘોષણાપત્રમાં આ સુધારાઓની વાત લખતા રહ્યા, ખેડૂતોના મત મેળવતા રહ્યા, પરંતુ કર્યું કશું નહીં. આ માંગણીઓ ફક્ત ટાળતા રહ્યા અને દેશના ખેડૂત, રાહ જોતા રહ્યા.' 


ખેડૂત આંદોલન પર ભાજપની હાઈ લેવલ મીટિંગ, લેવાયો અત્યંત મહત્વનો નિર્ણય


તેમણે કહ્યું કે 'મને લાગે છે કે તેમની પીડા એ વાતથી નથી કે કૃષિ કાયદામાં સુધાર કેમ થયો. તેમને તકલીફ એ વાતની છે કે જે કામ અમે કહેતા હતા અને કરી શકતા નહતા તે હવે મોદીએ કેવી રીતે કર્યું, મોદીએ કેમ કર્યું. હું તમામ રાજકીય પક્ષોને કહેવા માંગુ છું કે તમે તમારી ક્રેડિટ તમારી પાસે રાખો. મને ક્રેડિટ જોઈતી નથી. મને ખેડૂતોના જીવનમાં સરળતા જોઈએ, સમૃદ્ધિ જોઈએ. ખેતીમાં આધુનિકતા જોઈએ. કૃપા કરીને ખેડૂતોને બહેકાવવાનું , તેમને ભ્રમિત કરવાનું છોડી દો.'


Corona Latest Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે!, લેટેસ્ટ આંકડા આપે છે સારા સંકેત


પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે 'સરકાર વારંવાર પૂછી રહી છે, જનતામા, મીટિંગમાં કે તમને કાયદામાં કઈ જોગવાઈમાં સમસ્યા છે, તો તે રાજકીય પક્ષો પાસે કોઈ નક્કર જવાબ નથી હોતો. આ જ આ પક્ષોની સચ્ચાઈ છે. આપણા દેશમાં ખેડૂતો સાથે ફ્રોડનું મોટું ઉદાહરણ છે કોંગ્રેસ સરકારો દ્વારા કરાયેલી કરજમાફી. જ્યારે 2 વર્ષ પહેલા મધ્ય પ્રદેશમાં ચૂંટણી થવાની હતી ત્યારે તો 10 દિવસની અંદર કરજમાફીનું વચન અપાયું હતું. કેટલા ખેડૂતોના કરજ માફ થયા?' 


આ રાજ્યમાં Protest કરવા બદલ ખેડૂતોને મળી 50 લાખની નોટિસ, જાણો શું છે મામલો 


તેમણે કહ્યું કે 'જો જૂની સરકારોને ચિંતા હોત તો દેશમાં 100 જેટલા મોટા સિંચાઈ પ્રોજેક્ટ દાયકા સુધી ન  લટકત. વિચારો..બંધ બાંધવાનો શરૂ થયો તો પચ્ચીસ વર્ષ સુધી બનતો જ રહ્યો છે. બંધ તો બની ગયો, નહેર ન બની, નહેર બની તો નહેરોને પરસ્પર જોડવામાં ન આવી. હવે અમારી સરકાર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરીને આ સિંચાઈ પ્રોજેક્ટ્સને મિશન મોડમાં પૂરા કરવામાં લાગી છે.' 


પ્રધાનમંત્રીએ કહ્યું કે 'ખેડૂતોને ખર્ચ ઓછો થાય તે માટે પણ સરકારે સતત પ્રયત્નો કર્યા છે. ખેડૂતોને સોલર  પંપ ખુબ ઓછા ભાવે આપવા માટે દેશભરમાં મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે અમારા અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા ઉપર પણ કામ કરી રહ્યા છે. મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા માટે અમારી સરકાર બ્લ્યુ રિવોલ્યુશન સ્કીમ ચલાવી રહી છે. થોડા સમય પહેલા જ 20 હજાર કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી મસ્ત્ય સંપદા યોજના પણ શરૂ કરાઈ છે. આ જ પ્રયત્નોનું પરિણામ છે કે દેશમાં માછલી ઉત્પાદનના છેલ્લા તમામ રેકોર્ડ તૂટ્યા છે.' 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube